ઓરમાન માતાને દીકરીની કાળજી લેવા સંમત કરતા અભયમ ભરૂચ

0

ભરૂચ- સોમવાર- ભરૂચ શહેરમાંથી એક વ્યક્તિ એ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમા કૉલ કરેલ કે મારી પત્ની મારી દીકરીની યોગ્યકાળજી લેતી નથી અને હેરાન કરે છે જેથી અભયમ ટીમ ભરૂચ સ્થળ પર પહોંચી માતાને દીકરી પ્રત્યે કોઈ ભેદભાવ ના રાખવાં અસરકારતાથી સમજાવતા તેઓ એ હવે પછી દિકરીને હેરાન નહિ કરુ જેની ખાત્રી આપી હતી.
મળતી માહિતી મુજબ પત્નીનાં અવસાન બાદ પોતાની નાની દીકરીની કાળજી અને ઉછેર માટે પુનઃ લગ્ન કરેલ પરતું
થોડા દિવસ સારું વર્તન કરેલ ત્યાર બાદ તેની પાસે ઘરનુ કામકાજ કરાવતા જેથી દિકરીને મારી સાથે કરિયાણાની દુકાને સાથે રાખતોત્યાં પણ આવી દિકરીને અપશબ્દો બોલતી.

અભયમ દ્વારા માતાને સમજાવેલ કે એક સ્ત્રીની સાથે તમે એક માતા છો તો કોઇપણ ભેદભાવ રાખ્યા વગર દિકરીને
પ્રેમ અને લાગણી આપો. આમ અસરકારકતાથી સમજાવતા માતાએ કબુલ્યુ કે હવે પછી દિકરીને કોઈ હેરાનગતિ નહિ કરુ. આમઅભયમના અસરકારક કાઉન્સિલગથી પરિવારમા શાંતિ સ્થપાઇ હતી.

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *