નાંદ ગામે ૧૮ વર્ષે યોજાતી યાત્રાનો આજથી મંગલ પ્રારંભ
સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ રિબીન કાપીને મેળાને ખુલ્લો મૂક્યો.
નાંદ ગામની પવિત્ર યાત્રાના પ્રારંભ સમયે ધાર્મિક વિધીમાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રી સહિત આગેવાનો જોડાયા હતા
ભરૂચ- બુધવાર- દર ૧૮ વરસે યોજાતી યાત્રાનો મંગલ પ્રારંભ ભરૂચ તાલુકાના નાંદ ગામ ખાતે કરવામાં આવ્યો હતો.
અધિકના એક માસ માટે શરૂ થયેલ નાંદ ગામની આ પવિત્ર યાત્રાના પ્રારંભે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ નાંદ ખાતે રિબીન કાપીને જાત્રાને ખુલ્લો મૂક્યો હતો.



સાંસદશ્રી મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર.જોષી વગેરે
મહાનુભાવોનું ગામલોકોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ. ત્યાર બાદ ૧૮ વર્ષે યોજાતી યાત્રાનો મંગલ પ્રારંભ સમયે ધાર્મિક વિધી કરવામાં આવી હતી. આ ધાર્મિક વિધીમાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના આગેવાનો જોડાયા હતા.
યાત્રાના પ્રારંભના પ્રસંગે નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવા અને ડે.સરપંચ લક્ષ્મણ રાવલ અને ગામના અન્ય
અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ચાણક્ય સમાચાર.