મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા- ૨૦૨૪ ના ભાગરૂપે BLO દ્વારા ઘર-ઘર મુલાકાત લઈ ચકાસણીનો પ્રારંભ
ઘરઆંગણે મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી છે ત્યારે આ ઝુંબેશનો વધુમાં વધુ લાભ લેવા મતદારોને અપિલ કરતા કલેક્ટર શ્રી તુષાર સુમેરા
ભરૂચ- શુક્રવાર- મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૪ના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આજથી આગામી ૨૧ મી ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન, BLO દ્વારા તેના વિસ્તારના દરેક ઘરની રૂબરૂ મુલાકાત લઈ ઘરના તમામ સભ્યોની વિગતો એકઠી કરવાની, ચકાસણી કરવાની તથા જરૂરી ફોર્મ્સ ભરવાની કામગીરી શરૂઆત કરવામાં આવી છે.
કોઈ ઘરમાં લગ્ન થી કે નવા જન્મથી નવી વ્યક્તિઓ ઉમેરાઈ હોય કે મૃત્યુ કે ધંધા-રોજગારથી અન્ય જગ્યાએ કાયમી ધોરણે સ્થળાંતરિત થવાના કારણે ઘટી હોય તો તેની તમામ સાચી વિગતો તથા તે અંગેના જરૂરી કાગળો BLO ને અચૂક રજૂ કરવાના/પૂરા પાડવાના રહે છે તથા હાલની નોંધાયેલ વિગતો તપાસી તેમાં ફેરફાર કરવાનો થતો હોય તો તે વિગતો પૂરી પાડવાની રહે છે.
ઘરમાં ૧૮ વર્ષ પૂરા કરેલ વણનોંધાયેલ વ્યક્તિઓના ફોર્મ ૬, મૃત્યુ પામેલ કે કાયમી ધોરણે સ્થળાંતરિત થઈ ગયેલ
લોકોના ફોર્મ ૭ તથા લગ્ન કરીને ઘરમાં નવી આવેલ નોંધાયેલ વ્યક્તિના તથા કોઈની હાલની વિગતોમાં સુધારો કે વધારો કરવાનો થતો હોય તો તેમના ફોર્મ નં. ૮ વિગતો પૂરી પાડયેથી BLO દ્વારા મુલાકાત સમયે જ ભરવામાં આવશે. જેથી BLOની મુલાકાત સમયે તેને તમામ સાચી વિગતો જણાવવા, પૂરી પાડવા તથા ઘરની નોંધાવાને પાત્ર દરેક વ્યક્તિના
ફોર્મ ૬ અને ૮ તથા જે વ્યક્તિ મૃત્યુ પામી કે કાયમી સ્થળાંતરિત થઈ હોય તેના ફોર્મ ૭ અચૂક ભરી નાખવા ભરૂચ જિલ્લાના તમામ નાગરીકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરા દ્વારા અનુરોધ કરાયો છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.