દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધામાં ભાગ લેવા માટે ૩૦ નવેમ્બર સુધી અરજી કરવી

0

www.talimrojagar.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે

ભરૂચ- મંગળવાર- દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ – ૨૦૨૩ માટે રાષ્ટ્રીયક કક્ષા અને રાજયકક્ષાના પારિતોષિક માટેની અકજી માટે અરજદારોએ તા. ૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં www.talimrojagar.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અને રોજગાર અધિકારીની કચેરી ભરૂચ ખાતેથી અરજી ફોર્મ મેળવી અરજીપત્રક સાથે સાધનિક દસ્તાવેજો સહિત રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરવી. દિવ્યાંગ પારિતોષિક માટે શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓસ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી ઉપર રાખનારા શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરો અરજી કરી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા, જીવન ઝરમરની ટૂંકમાં વિગતો સહિત બિડાણમાં સામેલ રાખવા. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીએ ભરૂચ કચેરીનો સંપર્ક કરી શકાશે.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.

WhatsApp No. 77789 49800

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *