મંત્રીશ્રી કુંવરજી ભાઈ હળપતીનાં ઓનલાઈન પોર્ટલ પર whatsapp દ્નારા અરજી અને ફરિયાદ કરી શકાશે

0

પ્રજાની અરજી અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ૮૧૭૧૮૩૭૧૮૩ ( whatsapp ).

ભરૂચ – સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૦૩ થી પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે જિલ્લા કક્ષાએ પણ ઉજવણી કરવાનું રાજ્ય સરકારે આ વર્ષે નવતર પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચનો શુભારંભ રીબીન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકયું હતું. આ પ્રસંગે, કુંવરજીભાઈ હળપતિ મંત્રીશ્રી (રાજય કક્ષા), આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ – ગુજરાત સરકાર દ્નારા પ્રજાની અરજી અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ( whatsapp ) ૮૧૭૧૮૩૭૧૮૩ જાહેર કર્યો હતો.

અરજી અને ફરિયાદ માટે નિચેના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧. આદિજાતિ વિકાસ વિભાગ, ૨. વન અને
પર્યાવરણ વિભાગ, ૩. ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ ૪. ખેતી વિભાગ ૫. સિંચાઈ વિભાગ ૬. શ્રમ અને રોજગાર વિભાગ ૭. શિક્ષણ વિભાગ ૮. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ ૯. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૦. મકાન અને માર્ગ વિભાગ ૧૧. એસ.ટી. વિભાગ ૧૨. પોલીસ વિભાગ ૧૩. પશુપાલન વિભાગ ૧૪. અન્ય વિભાગની ફરિયાદ કરી શકાશે.

અરજી કરવાની પધ્ધતી
* સૌ પ્રથમ હેલ્પલાઈન નંબર પર whatApp દ્વારા “HI” મેસેજ કરો.
* ત્યારબાદ જે તે વિભાગમાં અરજી કરવા માંગતા હોય તે વિભાગ સામે આપેલ નંબર દાખલ કરો.
* તમારું નામ, સરનામું, કયા જિલ્લા માટે અરજી કરવા માંગો છો, અરજીનો વિષય અને અરજીની વિગત દાખલ કરો.
* આપને અરજીની નકલ અને અરજી નંબર મળશે.
* ત્યારબાદ તમારી અરજી જે તે વિભાગમાં પહોંચી જશે.
* અરજી નંબરની મદદથી આપ અરજીનું સ્ટેટસ જોઈ શકો છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *