જંબુસરના અણખી ગામ ખાતે આવેલી કે.ટી. પટેલ હાઈસ્કુલમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ

0

નશાબંધી સપ્તાહની ઉજવણી અન્વયે વકૃત્વ સ્પર્ધા, વિશેષ પ્રવચનની સ્પર્ધા યોજાઈ

ભરૂચ- બુધવાર- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અવસરે જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે જંબુસર તાલુકાના અણખી ખાતે કે.ટી. પટેલ હાઈસ્કુલમાં નશાબંધી અને આબકારી નિરીક્ષક બી.બી. તડવીની ઉપસ્થિતમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ.

કે.ટી. પટેલ હાઈસ્કુલના આચાર્યશ્રી અરવિંદ ભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં નશાના સેવનથી માણસના માનસિક,
શારીરિક, સામાજિક તથા આર્થિક રીતે થતી નકારાત્મક અસરો વિશે માહિતી આપી હતી. તેમજ યુવાનો દેશનું ભવિષ્ય હોવાથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે દ્વારા નશાબંધી વિશેની જાગૃતિ ફેલાવતું નાટક ભજવાયું હતું. તે ઉપરાંત શાળામાં વકૃત્વ સ્પર્ધા, વિશેષ પ્રવચનની પર્ધા યોજાઈ હતી. અગ્ર ક્રમે રહેલા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું હતું.

જીવનમાં આવતા સંઘર્ષ, દુઃખ, ક્લેશથી બચવા માટે માણસો મોટા ભાગે વ્યસનનો આશરો લેતા હોય છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂટવા માટે પણ વ્યસન કરે છે. વ્યસન વધારે તો દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેના આદતથી તન-મન-ધનના વ્યય સિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી. વ્યસને માણસ માટે કલંકરૂપ બાબત ગણાય. આજનું યુવાધન આ વ્યસનરૂપી રાક્ષસના સકંજામાં ન સપડાય તેના માટે સઘન પ્રયાસો આવશ્યક અને અનિવાર્ય છે.

કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી નિરીક્ષક બી.બી તડવી, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *