ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે
જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ દ્વારા માર્ગદર્શક સૂચનો પ્રસિદ્ધ કરાયા
ભરૂચ:સોમવાર:શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં વિધ્યાર્થીઓને
પ્રવેશ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,ભરૂચ દ્વારા તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યશ્રીઓને જણાવાયુ છે કે,૨૫ મે ૨૦૨૩ના એસ એસ સીનું પરીણામ આવ્યા બાદ તા.૩૦ મે ૨૦૨૩ થી ૧ જુન ૨૦૨૩ દરમિયાન શાળા કક્ષાએથી પોતાની શાળાના ૨૫ વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાના ૬ વિદ્યાર્થીઓ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના ફોર્મનું વિતરણ અને સ્વીકારવાનું જણાવવામાં આવે છે.
આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ ખાતેથી તા.૩૦ મે ૨૦૨૩ થી ૩ જુન ૨૦૨૩ દરમિયાન અનામત કક્ષાના વિદ્યાર્થીઓ માટે સવારના ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ફોર્મ વિતરણ તથા સ્વીકારવા જણાવાયું છે.વધુમાં તમામ શાળાઓએ તા.૩ જુન ૨૦૨૩ સુધીમાં પ્રથમ યાદી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂ કરી મંજૂર કરાવાની રહેશે.જે તા.૫ જૂન ૨૦૨૩ રોજ પ્રસિદ્ધ કરવાની રહેશે.ત્યારબાદ તા.૫ જુન થી ૬ જૂન-૨૦૨૩ દરમિયાન શાળા કક્ષાએ ફી ભરવાની મુદ્ત દશાર્વાની રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ દ્વારા વિતરણ કરેલ ફોર્મ સંદર્ભે પ્રથમ યાદી તા.૭ જુન ૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ કરવાની રહે
છે.છે.ત્યારબાદ ૮ જૂન થી ૧૦ જૂન ૨૦૨૩ના રોજ ફી ભરવાની રહેશે.
સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓએ ૧૨ જૂન ૨૦૨૩ના રોજ બીજી યાદી જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ ખાતે રજૂ કરી મંજૂર
કરવાની રહેશે.ત્યારબાદ તા.૧૪ જૂન ૨૦૨૩ના સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં બાકી રહેલ વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ અને યાદી
પ્રસિદ્ધ કરવાની રહેશે.શે.અનામત કક્ષામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની યાદી તા.૧૬ જુન ૨૦૨૩ના જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ ખાતે રજૂ કરવાની રહેશે.અંતે તા.૧૯ જુન ૨૦૨૩ થી તમામ વિજ્ઞાન પ્રવાહની શાળાઓએ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવા જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ દ્વારા જણાવાયું છે.
પ્રવેશ યાદી તૈયાર કરતી વખતે ત્રણ મુખ્ય વિષયો અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનને ધ્યાનમાં રાખી પ્રવેશ યાદી તૈયાર કરવાની રહેશે.અનુસૂચીત જાતી ૭ ટકા બેઠક-૦૫, અનુસૂચિત જનજાતી ૧૫ ટકા મુજબ ૧૧ બેઠક, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ ૨૭ ટકા મુજબ બેઠક-૨૦, આર્થિક અને નબળા વર્ગો ૧૦ ટકા મુજબ બેઠક -૮,પોતાની શાળાની બેઠક -૨૫,અન્ય શાળા કે જ્યાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ ઉપલબ્ધ ન હોય તેની બેઠક- ૬ એમ કુલ ૭૫ બેઠકનું વર્ગીકરણ કરવા તમામ ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ દ્વારા જણાવાયું છે.
ભરૂચ ચાણક્ય સમાચાર