શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સુરત વર્તુળના RCM ના અધ્યક્ષસ્થાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભરૂચ- સોમવાર – રાજ્યના ગ્રામ્ય/ શહેરી વિસ્તારો ગાર્બેજ ફ્રી થાય અને પ્લાસ્ટિકના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અમલમાં આવેલ છે. જે અંર્તગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સુરત વર્તુળના RCM શ્રી બી.ઈ. કાપડીયાના અધ્યકક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર,આમોદ નગર પાલિકાના સર્વે પ્રમુખશ્રીઓ, પોલિસ અધિકક્ષ શ્રી મયુર ચાવડા,
નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, મુખ્ય અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.



ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800