Gujrat જિલ્લામાં ગણેશોત્સવ તહેવાર અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ:

0
gujrat

gujrat

Gujrat ગણેજીની મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કુંડમાં જ થાય તે જોવા ગણેશ
આયોજકોને અનુરોધ કરતું જિલ્લા વહીવટીતંત્ર

ભરૂચ- શુક્રવાર – જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આગામી ગણેશોત્સવ તહેવારને
અનુલક્ષીને જિલ્લાના તમામ લાયઝન અધિકારી સાથે બેઠક કરી કેન્દ્ર / રાજય સરકાર સાથે
હાઇકોર્ટ દ્વારા ગણેશજીની મૂર્તી અંગેની માર્ગદર્શિકા જણાવી નિયમોનું પાલન કરાવવા ઉપર ભાર
મૂકયો હતો.
આ બેઠકમાં તમામ લાયઝનીગ અધિકારીશ્રીઓને તેમણે કહ્યું હતું કે, આ વર્ષે ગણેશ
વિસર્જનના દિવસે કોઇ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો ન થાય તે માટે ખાસ
સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં, પીઓપી કે પર્યાવરણને નુકશાનકારક હોય તેવી કોઇ પણ સામગ્રીનો ઉપયોગ ના
થાય તેવી જ પ્રતિમાની સ્થાપના કરવા તેમણે આયોજકોને અનુરોધ કર્યો હતો, તેમજ આ સાથે
મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કુંડમાં જ સમય મર્યાદામાં આયોજનબધ્ધ થાય
તે માટે જરૂરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી મયુર ચાવડા એ જણાવ્યું કે, જિલ્લામાં તહેવાર
દરમિયાન ગણેશ પ્રતિમાના આગમનથી લઇ વિસર્જન સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા

જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે આયોજકો દ્વારા ખાસ કાળજી
લેવામાં આવે તેમજ મહોત્સવ અનુસંધાને થયેલા જાહેરનામાની સાથે તેમણે વિવિધ મુદ્દાઓ અંગે
જરૂરી ચર્ચા કરી હતી. ગાઈડ લાઇનને ધ્યાને લઇ ગણેશ મહોત્સવમાં ગણેશ મૂર્તિનું સ્થાપના
કરવા, સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપમાં લાઇટ, સીસીટીવી, ફાયર એક્સટેન્ગ્યુશર,
બેરીગેટ મુકવા તથા બનાવેલ મંડપ રોડ ઉપર રાહદારીઓને અડચણ રૂપ ના બને કે કોઇ પણ રોડ
બ્લોક ના થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે પ્રતિમાના આગમન કે વિસર્જન
દરમિયાન ડીજેનો અવાજ ધ્વનિ પ્રદૂષણનું કારણ ન બને તેની તકેદારી રાખવા તેમજ
જાહેરનામાને અનુસંધાને મોડી રાત્રે ડીજેનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવા અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં તમામ લાઈઝન અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed