સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે સપ્તધારાની જ્ઞાનધારા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે “મૂલ્ય શિક્ષણ” પર વ્યાખ્યાનનું આયોજન કરાયું
ભરૂચ-મંગળવાર- સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે આચાર્યશ્રી ડૉ.જી.આર.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની જ્ઞાનધારા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે Bharatiya Knowledge Systems નિમિત્તે “મૂલ્ય શિક્ષણ” પર વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું.
ડૉ.આર.ડી.મોદીએ મૂલ્ય શિક્ષણ વધારવાના પ્રયાસ તરીકે BKS ને સરકારના એક સારા પ્રયાસ તરીકે સમજાવ્યું. આજની પેઢી શિક્ષિત તો થઈ રહી છે પણ જે શિક્ષણથી મૂલ્ય વધવું જોઈએ એ થઈ રહ્યું ન હતું જેના પ્રયાસ રૂપે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં રહેલી છૂપી શક્તિને બહાર લાવવા પ્રયાસ કર્યો અને વિદ્યાર્થીઓ આગળ આવે જેથી પોતાના ઘરને તારી શકે એ સમજાવ્યું. વિદ્યાર્થિનીઓની વાત કરતા કહ્યું કે, આજે વિદ્યાર્થીનીઓ પણ પાછળ નથી આજે દરેક ક્ષેત્રે આગળ છે. મૂલ્ય શિક્ષણ અંગે પોતાનું જીવન અને જીવનના અનુભવો તેના ઉતર ચઢાવ વગેરે અંગે વાત કરી વિદ્યાર્થીઓને સમજવાનો પ્રયાસ કર્યો.
આચાર્યશ્રી ડૉ.જી.આર.પરમાર દ્વારા ડૉ.આર.ડી.મોદીનું શાબ્દિક સ્વાગત કરીને તેમનો ટુંકમાં પરિચય આપી કાર્યક્રમની
શરૂઆત કરાઈ હતી. વ્યાખ્યાનનાં તજજ્ઞ તરીકે શ્રી સી.પી.પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ આણંદ થી ડૉ.આર.ડી.મોદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડૉ.જે.વી.રાઠોડ વતી કરાઈ હતી.


ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800