કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે ખેડૂતોને તાલીમ અને ખેત સાધન પાવર વિડર વિશે પ્રેક્ટિકલ ડેમો બતાવાયો

0

ભરૂચ-ગુરુવાર- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે ટી. એસ. પી ફાર્મર્સ ઇમ્પલિમેન્ટ્સ એન્ડ ઇકયુંપમેન્ટ્સ યુટિલિટિ સેન્ટર અંતર્ગત પાવર વિડર વિશે પ્રેક્ટિકલ ડેમો અને વિવિધ ખેત સાધનોનુ પ્રદર્શન ખેડૂતોને બતાવવામાં આવ્યું હતું. આ સાધનો વિષે ખેડૂતોને કઈ રીતે વાપરવું તે વિષે કૌશલ્ય તાલીમ અપાઈ.

વૈજ્ઞાનિક અને વડા શ્રી મહેન્દ્રભાઇ પટેલ દ્વારા આ સાધનોની ઉયોગીતા અને વિવિધ ખેત ઉપયોગી સાધનો વિષે જાણકારી આપી હતી.આ સાધનો ખેડૂતોને ખેત પરિશ્રમ ઘટાડો , ખેતી ખર્ચ ઘટાડવા તેમજ ખેતી કાર્યમાં સમય બચાવવામાં ઉપયોગી થશે અને સહેલાઈથી ઉપયોગ કરી શકાશે એમ જણાવ્યું હતું. વધુમાં વૈજ્ઞાનિક હર્ષદ એમ વસાવા દ્વારા પ્રાકૃતિક ખેતી અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ અનુરુપ માર્ગદર્શન આપવામાં આવ્યુ અને ફિલ્મ બતાવવામાં આવી હતી.

આ તાલીમમાં સરપંચ શ્રી પિન્ટુભાઈ વસાવા અને ભૂપેન્દ્ર ચૌધરી જેવા આગેવાનો અને. અને મોટી સંખ્યામાં ખેડૂતો
ઉપસ્થિત રહ્યા હતા. મનસુખભાઈ વસાવા દ્વારા આ તાલીમ વિશે પ્રતિસાદ આપતા જણાવ્યું કે આ સાધનો ખેડૂતોને ખૂબ ઉપયોગી થશે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે મુલાકાત કરી આ સાધનો વિષે જાણકારી મેળવવા જણાવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *