નાંદ ગામના મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથલારીઓ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામું

0

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં આવેલ નાંદ તા.જિ. ભરૂચ ગામે તા. ૧૮/૦૭/૨૦૨૩ થી તા. ૧૬/૮/૨૦૨૩ સુધી સંવત-
૨૦૭૯ અધિક શ્રાવણ માસનો મેળો ભરાનાર છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલને ભરૂચ સને ૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧) અન્વયે મળેલી સત્તાની રૂએ તા.૧૮/૦૭/૨૦૨૩ થી તા.૧૬/૦૮/૨૦૧૭ સુધીના સમય માટે (બંને દીવસો સહિત ) નાંદ ગામના મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથલારીઓ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી નહી.

પોલીસ ખાતા અથવા ગ્રામ પંચાયત તરફથી નિયત કરેલ જગ્યાએ જ ઉભી રાખવી. આ હુકમનું ઉલ્લધન કરનારને કાયદાની કલમ -૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *