ભરૂચ ખાતે મેટરનલ એન્ડ ચાઇડ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત શ્રી અન્ન” (મિલેટસ) માંથી બનતી વાનગીઓની સ્પર્ધાનું આયોજન





ભરૂચ- સોમવાર – ૨૦૨૩ના વર્ષ “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર
સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોશીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લામાં આઈ. સી. ડી. એસ.
મહિલા અને બાળ વિકાસ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં ICDS ઘટક કચેરી ખાતે જી-૨૦ની થીમ સાથે “શ્રી અન્ન”
“મિલેટ્સ વાનગી સ્પર્ધાનું ” આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધાનો હેતુ તમામ લોકો સુધી મિલેટ્સ તથા પોષણયુક્ત વાનગીઓ વિશે જાગૃતા કેળવાય અને રોજબરોજના જીવન ઉપયોગી બને. ભરૂચ આઈ સી ડી એસ દ્વારા રોટરી કલબ ખાતે ઘટક- ૧-૨ માં મેટરનલ એન્ડ ચાઇડ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ઘટક લેવલમાં “શ્રી અન્ન” (મિલેટસ) માંથી બનતી વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી. જેવી કે નાગલીના
હાંડવો, લાડું, સુખડી, મોરેયાની ખીચડી, મકાઈના થેપલા, નાગલીના રોટલા, કોદરીની રાબ, શીરો, અને નાગલી, મકાઈ, જુવારના લોટમાં સરગવાના પાન નાખીને મુઠીયા જેવી વાનગીઓ બનવવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને મહાનુભાવોના વરદ્હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
પ્રતિનિધિઓ મિલેટ્સ વાનગી સ્પર્ધાનું ” હાજર રહીને પાકોના મહત્વ, ઉપયોગિતા અને ફાયદાઓ અંગે માહિતીથી
અવગત કરાવવા આવ્યા હતા તેમજ વાનગીઓનું નિદર્શન કરવા માટે તાલુકાના અધિકારોશ્રીઓ તેમજ અન્ય શાખામાંથી પણ નિર્ણાયકોએ આમંત્રિત કરી વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કરી પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર આપી આંગણવાડી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ ચાણક્ય સમાચાર.