ભરૂચ જિલ્લામાં આગામી તા. ૨૭મી જુલાઈ, ૨૦૨૩ એ ‘ તાલુકા યુવા ઉત્સવ’ યોજાશે

0

જિલ્લા રમતગમત કચેરી દ્વારા આયોજિત ‘ તાલુકા યુવા ઉત્સવ’ માં ભાગ લેવા અનુરોધ કરતા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી

ભરૂચ- સોમવાર- યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ યુથબોર્ડ શાખા અન્વયે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્નારા
તાલુકાઓમાં યુવા ઉત્સવ-૨૦૨૩ આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજિત યુવા ઉત્સવમાં યુવાનો પોતાની સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકે જેના ભાગરૂપે આગામી તા. ૨૭મી જુલાઈ, ૨૦૨૩ એ સવારે ૯.૦૦ વાગ્યે ‘ તાલુકા યુવા ઉત્સવ’ યોજાશે. જેમાં
૧) અ- વિભાગ- ૧૫ વર્ષથી ઉપરના અને ૨૦ વર્ષ સુધીના ૨) બ – વિભાગ- ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના ૩) ખુલ્લો વિભાગ – ૧૫ વર્ષથી ૨૯ વર્ષ સુધીના જેમાં નીચે જણાવેલી વિવધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં પ્રવેશપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૦ મી જુલાઈ ૨૦૨૩ છે.
(અ) સાહિત્ય વિભાગમાં નીચે પ્રમાણે સ્પાર્ધાઓ યોજાશે..
(૧) વકૃત્વ સ્પર્ધા (ર) નિબંધ સ્પર્ધા (૩) પાદપૂર્તિ (૪) ગઝલ શાયરી લેખન (૫) કાવ્ય લેખન. (૬) દોહા છંદ ચોપાઇ (૭) લોક
વાર્તા, (બ) કલા વિભાગ:- (૧) સર્જનાત્મક કારીગરી (ર) ચિત્રકલા (ક) સાંસ્કૃતિક વિભાગ-
(૧) લગ્ન ગીત (૨) હળવું કંઠય સંગીત (૩) લોકવાધ સંગીત (૪) ભજન (૫) સમૂહગીત (5)એકપાત્રીય અભિનય,

વર્ષ -૨૦૨૩-૨૪ ના ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં તાલુકાક્ક્ષાના યુવા ઉત્સવ- ૨૦૨૩ યોજાશે.

ક્રમતાલુકાનું નામસ્થળસ્પર્ધા તારીખપ્રવેશપત્ર સ્વીકારવાની છેલ્લી
તારીખ
સ્પર્ધા સ્થળે રીપોર્ટીંગ નો સમય
ભરૂચજે.પી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ૨૭/૦૭/૨૦૨૩૨૦/૦૭/૨૦૨૩સવારે
૦૯:૦૦કલાકે
અંક્લેશ્વર એસન્ટ સ્કુલ,અંક્લેશ્વર ૨૭/૦૭/૨૦૨૩ ૨૭/૦૭/૨૦૨૩ સવારે
૦૯:૦૦કલાકે
વાલીયા શ્રીરંગનવચેતનવિદ્યામંદિર ૨૭/૦૭/૨૦૨૩ ૨૦/૦૭/૨૦૨૩સવારે
૦૯:૦૦કલાકે
નેત્રંગ શ્રીમતિએમ.એમ.ભક્તહાઈસ્કુલ૨૭/૦૭/૨૦૨૩ ૨૦/૦૭/૨૦૨૩સવારે
૦૯:૦૦કલાકે
ઝઘડીયાશ્રીમતિ સી.કે.જી.હા,ગોવાલી૨૭/૦૭/૨૦૨૩ ૨૦/૦૭/૨૦૨૩સવારે
૦૯:૦૦કલાકે
આમોદ શ્રી શાહ એન.એન. એમ.
ચામડિયા હાઇસ્કુલ,આમોદ
૨૭/૦૭/૨૦૨૩ ૨૦/૦૭/૨૦૨૩સવારે
૦૯:૦૦કલાકે
જંબુસરનવયુગ વિદ્યાલય,જંબુસર૨૭/૦૭/૨૦૨૩ ૨૦/૦૭/૨૦૨૩સવારે
૦૯:૦૦કલાકે
વાગરાજુંજેરા વિદ્યાલય,વાગરા૨૫/૦૭/૨૦૨૩ ૨૦/૦૭/૨૦૨૩ સવારે
૦૯:૦૦કલાકે
હાંસોટ હલીમાબીબી એ વાડીવાલા
ગર્લ્સ હાઇસ્કુલ,હાંસોટ
૨૭/૦૭/૨૦૨૩ ૨૦/૦૭/૨૦૨૩ સવારે
૦૯:૦૦કલાકે

ભાગ લેનાર શાળા/ સંસ્થા અને સ્પર્ધકો તાલુકા કન્વિનશ્રીઓને પ્રવેશપત્રો/ અરજીફોર્મ તારીખ ૨૦ જુલાઈ ૨૦૨૩
સુધીમાં જે- તે તાલુકામાં મોકલી આપવાના રહેશે. સ્પર્ધાને લગતી વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ સેવાશ્રમરોડ ભરૂચ ખાતેથી મેળવી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક
અખબારીયાદીમાં જણાવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *