ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાનશ્રીના હસ્તે ૧૯૯ આવાસોનું ઈ-લોકાર્પણ થશે
*ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાનશ્રીના હસ્તે ૧૯૯ આવાસોનું ઈ-લોકાર્પણ
થશે
ભરૂચ – ગુરૂવારઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૧૨ મેના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આંતરિક માળખાકીય
વ્યવસ્થાઓ સાથેના સુવિધા સભર સમગ્ર રાજયના ૧૨૦૦૦ જેટલા આવાસોના ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ દ્વારા
બનાવેલ આવાસોના ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોના
ઈ-લોકાર્પણ થનાર છે.
જેના આયોજન અર્થે ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર. જોષી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના
ઈન્ચાર્જ નિયામકશ્રી એ.વી. ડાંગીના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબધિત તાલુકા વિકાસ અધિકારીઓને માર્ગદર્શન
આપ્યું હતું.
આવાસ લોકાર્પણ નિમિત્તે અમલીકરણ અધિકારીશ્રીઓએ તેમની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ અમૃત સરોવર
ધરાવતા ગામો તેમજ 90 ગામોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે શાળા અને ગ્રામપંચાયત જેવા જાહેર સ્થળોએ વહીવટી તંત્ર અને
પદાધિકારીઓએ સંકલનમાં રહી કાર્યક્રમ યોજવાના સહિયારા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર
અને ભરૂચ તાલુકામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગતના ૬૦ જેટલા લાભાર્થીઓને મહાત્મા મંદિર, ગાંધીનગર
ખાતેના કાર્યક્રમમાં લઇ જવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

