અધિક નિવાસી કલેક્ટરશ્રી શ્રી એન. આર. ધાંધલના અધ્યક્ષસ્થાને એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ અંર્તગત અંકલેશ્વરની એસ.વી.એમ. શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે સેમિનારનું યોજાયો.

0

બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા સેમિનાર યોજાયો.

ભરૂચ- શુક્રવાર – ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ અંતર્ગત અધિક નિવાસી કલેક્ટરશ્રી શ્રી
એન. આર. ધાંધલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વરની એસ.વી.એમ. શાળા ખાતે યોજાયો હતો.

બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ
માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી અંકલેશ્વરની એસ.વી.એમ. શાળા ખાતે
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થી પ્રત્યે સંવેદનશીલ એવા જિલ્લા શિક્ષાણાધિકારી
શ્રીમતી સ્વાતિબા રાઓલના સંનિષ્ઠ પ્રયત્નો થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમનું વિશેષ નજરાણું, મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ તેમજ ખ્યાતનામ સિનિયર સાયકોલોજીસ્ટ અને લેખક શ્રી
ડોક્ટર પ્રશાંત ભીમાણીના શ્રીના સીધા માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી હતી. જેના થકી
શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં, તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે. શ્રીમાન
ડોક્ટર પ્રશાંત ભીમાણી સર દ્વારા અપાયેલી માનસિક કસરતો તથા સેન્ડવીચ ટેકનીક દ્વારા બાળકોને અભ્યાસમા સરળતાથી તૈયારી
કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું.

શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓના મિત્ર બની રહે અને વાલી શ્રી માટે પોતાનું બાળક કેરિયર નું વીઝીટીંગ કાર્ડ ન બની રહે
તે મુજબ તેમની સાથે વ્યવહાર કરવાનું માર્ગદર્શન આપ્યું. અંતમાં શિક્ષકશ્રીઓના પરીક્ષા સંદર્ભમાં પુછાયેલા પ્રશ્નોના ખૂબ જ સચોટ
અને સ્પષ્ટ જવાબ શ્રીમાન ડોક્ટર પ્રશાંત ભીમાણી આપવામાં આવ્યા.
આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લાના સારસ્વત શિક્ષણસમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવયુક્ત માહોલને બદલે
સ્વસ્થ અને પોઝિટિવ માઈન્ડ ક્રિએટ કરવાનુ એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શક્યા.

આ કાર્યક્રમમાં બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલીટી ટ્રસ્ટ શ્રી સંજીવ વર્મા શ્રી HR Executive ONGC અંકલેશ્વર,
એજ્યુકેશન ઇન્સ્પેક્ટર,શ્રી દિવ્યેશભાઈ પરમાર, શ્રી ભરતભાઈ સલાટ તથા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના આચાર્યશ્રી તથા
શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800

Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *