ભરૂચ જિલ્લામાં સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન આજથી પ્રારંભ.

0

”કલંક દુર કરો અને આત્મસન્માનને આવકારો.

ભરૂચ જિલ્લામાં આગામી ૩૦ જાન્યુઆરીએ એન્ટી લેપ્રસી ડે ની ઉજવણી અને પછીના
પખવાડીયામાં રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરાશે.

ભરૂચ- સોમવાર – આજે ૩૦ જાન્યુઆરી પૂજ્ય બાપુના પુણ્યતિથિના દિવસે  એન્ટી લેપ્રસી ડે ·
તરીકે ઉજવવામાં આવે છે જેના અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન અભિયાન હેઠળ
જિલ્લામાં ૩૦ જાન્યુઆરીના રોજ એન્ટી લેપ્રસી ડે નું ઉદઘાટન અને ત્યાર પછીના પખવાડીયામાં
રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ બાબતે જિલ્લા કલેક્ટર કચેરી
ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા લેપ્રસી કો- ઓર્ડીનેશન મિટીંગ યોજાઈ હતી.

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન
તા.૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી યોજાનાર છે જેમાં તા.૩૦/૦૧/૨૦૨૪ ના રોજ ભરૂચ
જિલ્લાના ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન

દરમ્યાન તા. ૧૩/૦૨/૨૪ સુધી ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓના સા.આ.કેંદ્રો, પ્રા.આ.કેંદ્રી તથા
તમામ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રકતપિત્ત નિર્મુલન પ્રતિજ્ઞા, જિલ્લા કલેક્ટરશ્રીના સંદેશ, ગામના
સરપંચશ્રીના સંદેશ અને રક્તપિત્ત વિશે જાણાકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ
પત્રીકાઓના વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં રકતપિત્તના ડીસેમ્બર ૨૦૨૩ અંતિત ૨૨૦ દર્દીઓ
શોધાયેલ છે અને જેમને સારવાર આપવામાં આવેલ છે. તેમજ તા. ૦૧/૦૧/૨૦૨૪ થી તા.
૧૯/૦૧/૨૦૨૪ સુધી ભરૂચ જિલ્લામાં લેપ્રસી કેશ ડીટેકશન કેમ્પેઇન અભિયાનમાં ૧૦૦
રકતપિત્તના દર્દીઓ શોધાયેલ છે અને જેમને સારવાર આપવામાં આવેલ છે.
શરીરના કોઇ પણ ભાગમાં આછુ, ઝાંખું, રતાશ પડતું, સંવેદના વિનાનું ચાઠું તેમજ
જ્ઞાનતંતુઓ જાડા થવા તથા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત્ત હોય શકે છે.
રકતપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનાઓ. સા.આ.કેંદ્રો, અને પ્રા.આ.કેંદ્રો ખાતે
વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને દર્દીઓને આપવામાં આવે છે. લેપ્રસી એ જંતુજન્ય રોગ છે કોઇ પૂર્વ-
જન્મનું પાપ કે શ્રાપ નથી પરંતુ ઝડપી અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો
ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ/અપંગતા અટકાવી શકાય છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800

Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed