સ્વચ્છતા એ જ સેવા અભિયાન- ભરુચ
સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચના ત્રાલસા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાની આસપાસની સાફ-સફાઇ કરાઈ
ભરૂચ – ગુરુવાર:- ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવી છે. ત્યારે ત્રાલસા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સહિત આસપાસના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી. લોકોમાં દૈનિક ધોરણે સ્વચ્છતા કેળવાય તે હેતુથી તા.૨ ઓકટોબર-ગાંધી જયંતીના દિવસે રાજ્યવ્યાપી શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને આગામી બે મહિના સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે રાજ્ય સહિત દરેક જિલ્લાઓમાં સઘન રીતે સ્વચ્છતાની કામગીરી થઈ રહી છે.
અત્રે નોંધનીય છે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભ્યાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ
બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું છે. ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સ્તરે સફાઇ અભિયાન દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. અને વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવાઇ રહ્યું છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800