‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

0

ઝધડીયા તાલુકાના અવિધા ખાતે જાહેર સ્થળોની સાફ સફાઇ કરી ‘સ્વચ્છતા હી સેવા’ ની શપથ લેવાઈ

ભરૂચ-ગુરુવાર – દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં જનતાની દેશવ્યાપી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો શુભારંભ કર્યો છે. તેમની પ્રેરણાથી ગત તા.૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી વ્યાપકપણે આગળ ધપાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રાજ્ય સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ સેવા કાર્યક્રમને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામા પણ જાહેર સ્થળો, મંદિર પરીસરો, શાળા, કોલેજો તેમજ ગ્રામ પંચાયતોમા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવેલ છે.

આજરોજ ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના અવિધા તેમજ સુલ્તાનપુરા વગેરે ગ્રામ પંચાયતમા ગ્રામજનો તેમજ ગામના સરપંચ અને સભ્યો દ્વારા જાહેર સ્થળોની સાફ સફાઇ કરી હતી. આ વેળાએ, ‘સ્વચ્છતા હી સેવા’ ની શપથ લેવામાં આવી હતી.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *