નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને રોજગાર નિમણૂંક પત્રો વિતરણના આગામી આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

0

ભરૂચ- બુધવાર- રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પૂરી પાડવા માટે રોજગાર કચેરીઓ દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓનો સંપર્ક કરી, ખાલી જગ્યાઓની માહિતી મેળવી ભરતીમેળાના આયોજન સહિતના પ્રયત્નો કરવા અંગે તેમજ તેના આગામી આયોજન સંદર્ભે આજરોજ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલે દિશાનિર્દેશ આપતા કહ્યું હતું કે, આગામી સમયમાં વધુમાં વધુ
યુવાનોને રોજગારી પૂરી પાડવાનું લક્ષ્યાંક નક્કી કરીને રોજગાર નિમણૂંક પત્રો વિતરણ કાર્યક્રમ આગામી સમયમાં યોજવાનું નક્કી થયેલ છે. આ રોજગારીમાં ખાનગી તેમજ સરકારી ક્ષેત્રે રોજગારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીના અધિકારીઓને જિલ્લાની પરિસ્થિતિને અનુરૂપ કચેરીવાર લક્ષ્યાંક ફાળવણી કરાઈ હતી.

જિલ્લા રોજગાર અધિક્ષકશ્રી એન.આર.દવે, તેમજ મિંટીંગમાં વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *