૩૦મી જાન્યુઆરી-શહીદ દિન: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર.
ભરૂચ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલસહિતના અધિકારી અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન
પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી.
જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.
ભરૂચ- મંગળવાર- શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિને દેશભરમાં મૌન પાળવામાં
આવ્યું હતું. જે અંતર્ગત આજે રાજ્યભરમાં સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ સુધી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં
આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ તેમજ વિવિધ
વિભાગના અધિકારી – કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી.
આ ઉપરાંત, જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ શાખાના અધિકારી – કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી
શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. તદઉપરાંત ભરૂચ જિલ્લા માહિતી કચેરી, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી
મંડળીઓની કચેરી, તોલમાપ કચેરી, જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભરૂચ શહેર મામલતદાર કચેરી, અંકલેશ્વર મામલતદાર કચેરી,
ભરૂચ તાલુકા પંચાયત કચેરી સહિતની વિવિધ કચેરીઓ ખાતે અધિકારી કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ
અર્પણ કરવામાં આવી હતી.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork