મહિનાઓથી અલગ રહેતા પરિવારને એક કરતી ૧૮૧ અભયમ ટીમ.
ભરૂચ- સોમવાર – વાગરા તાલુકાના નજીકના ગામમાંથી મારી ચાર વર્ષની દીકરીને લઇને પિયર મોકલી હવે અપનાવા તૈયાર નથી.
જેથી મારા પતિ ને સમજાવા માટે ૧૮૧ ટીમની મદદ મોકલો.
અભયમ ટીમને આ સંદેશો મળતા મહિલાએ જણાવેલ સરનામા પર પહોંચી. અભયમ ટીમે મહિલાની મુલાકાત લેતા જાણ થઈ
કે યુવતીને એમના પતિ સાથે લગ્નેતર સંબંધોના લીધે ઝઘડો થતા ચાર વર્ષની દીકરી લઈને યુવતીના પિતાને બોલાવીને પિયરમાં
મોકલી દીધા હતા. ત્યાર બાદ ૧૮૧ ટીમ ભરૂચએ યુવતીના પતિને બોલાવ્યા અને ઝઘડો ન કરવા અને નિશા બેનને સમજવા સાથે
પતીને અન્ય સાથે લગ્નેતર સંબંધ ન રાખવા માટે સામાજિક રીતે સલાહ સૂચન સાથે કાયદાકીય માર્ગદર્શન આપીને સમજાવ્યા
હતા.પતિ પત્ની એકબીજા પર વિશ્વાસ રાખી અને દીકરીનું એક સાથે ભરણ પોષણ કરવા સલાહ આપી હતી. અંતે સુખદ રીતે યુવતી
અને અને ચાર વર્ષની દીકરી પોતાની પત્ની તરીકે અપનાવ્યા હતા. ત્યાર બાદ નિશા બેન એ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત
કર્યો હતો.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork